કમ્પ્યુટર ટેસ્ટ -2: કમ્પ્યૂટરનો ઇતિહાસ

નામ : કમ્પ્યુટર ટેસ્ટ -2:

ટોપીક : કમ્પ્યૂટરનો ઇતિહાસ

પ્રશ્નો :15

માર્ક :15

ટેસ્ટ કોના માટે : Talati, Jr.clerk,Bin Sachivalay Clerk and અન્ય Class-3 Jobs માટે 

લેવલ :મિક્સ 

Computer test 2


અહીં મિત્રો ગુજરાત ક્વિઝમાં આપનું સ્વાગત છે,તમે કમ્પયુટર અંગેની પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ અને તમે કમ્પયુટરનો પરિચય ઇતિહાસ ટેસ્ટ લઈએ છીએ તેની પહેલા આપણે કમ્પયુટર વિશે ચર્ચા કરીએ અને પછી ટેસ્ટ તરફ આગળ વધીએ 

અબાકસ ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર ( સાધન ) છે . એક ફ્રેઇમમાં જોડેલા તાર ઉપર 10 મણકાઓવાળા અભાસનો ઉપયોગ સાદી ગણતરીઓ કરવા માટે થતો હતો . પ્રથમ મૂળભૂત કૅલ્ક્યુલેટરની રચના 1642 માં બ્લેઈઝ પાસ્કલ  કરી જે ફક્ત મર્યાદિત કામ કરી શકે . તે પછી 1690 માં લેબનીઝે એવું યંત્ર બનાવ્યું કે જે સરવાળા , બાદબકી , ગુજાકાર , ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે . જોકે સૂચનાઓને યંત્રમાં વણી લીધી હતી ( hard coded ) અને આ સૂચનાઓ એક વખત લખ્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતા ન હતા . 

1822 માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિન ( difference engine ) નામના એક મૉડલની ડિઝાઇન બનાવી . આ શોધ કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતી . તે પછી 1833 માં બેબેજે એનાલિટીક એન્જિન ( analytic engine ) ની રચના કરી . આજના અદ્યતન કમ્પ્યૂટર્સની ટેક્નોલૉજીનો પાયો આ એનાલિટીક એન્જિનની ટેક્નોલોજીએ પૂરો પાડ્યો . એનાલિટીક એન્જિનમાં ગણતરીઓ કરવા માટે એક ઍરિથમેટિક યુનિટ હતું અને પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની તેમાં રચના હતી . આવા પ્રદાનને કારણે બેબેજને કમ્પ્યૂટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે . 1940 ના સમયગાળામાં જૉન વાન ન્યુમાન ને સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી . સૌપ્રથમ પ્રોગ્રામ સંગૃહીત કમ્પ્યૂટરના વિકાસ માટે તેઓ શક્તિસ્રોત હતા ,

1946 માં જે . પ્રેસ્પર એકર્ટ અને જ્હૉન ડબલ્યુ . મૌચલીએ યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિવામાં વિશાળ કદના ENAC નામના મશીનની રચના કરી . ENIAC ( Electrical Numerical Integrator and Calculator ) એવું સૌપ્રથમ મશીન હતું , જેમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકાઓ ( વેક્યુમ - ટ્યૂબ્સ ) નો ઉપયોગ થયો હતો . આ મશીનને રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હતી અને તેને ઠંડું રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડતી હતી . આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો . આ મશીનમાં આતરિક મેમરી ન હોવાથી સૂચનાઓને સ્વિચીસ  ( switches ) મારફતે મશીનમાં દાખલ કરવામાં આવતી હતી . 

હાર્ડવેર આધારિત કમ્પ્યૂટરની પેટીઓ ( Generations of Computers Based on Hardware ) : 

કમ્પ્યૂટરનું જુદી - જુદી પેઢીઓમાં વર્ગીકરણ કરી શકાય . આ વર્ગીકરણ કમ્પ્યૂટર બનાવવા માટે વપરની હાર્ડવેર ટેક્નોલોજી અથવા કમ્પ્યૂટરમાં વપરાતા વિનિયોગ સૉફ્ટવેર આધારિત હોઈ શકે . સૌપ્રથમ આપણે વિવિધ વેર ટેક્નોલોજીના આધારે કમ્પ્યૂટરના વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું . 

પહેલી પેઢીનાં કમ્પ્યૂટર ( 1945-55 ) ( First Generation Computers ( 1945-5 ) ) :

કમ્પ્યુટરનું પહેલી પેઢીનાં કમ્પ્યૂટર્સની શરૂઆત ENIAC થી થઈ . તે પછી 1951 માં મોલો અને એક્ટ કરી બનાવેલ IB UNIVAC I ( Universal Automatic Computer ) આવ્યું . આ કમ્પ્યૂટર ધંધાકોર ડેટપ્રોસેસિંગ કરવા સમયે હતું . પોલી પેઢીના કમ્પ્યૂટરમાં નિર્વાત નલિકા ( વૅક્યૂમ - ટ્યૂબ્સ ) નો ઉપયોગ થયો હતો . નિર્વાત નલિકાના કારણે પહેલી પૈકીના કદ ઘણું મોટું હતું , પુષ્કળ પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ થતો , ઈનપુટ અને આઉટપુટ ધીમા હતા અને તેમાં ગરમી તથા જાળવણીની સમસ્યા હતી . નિર્વાત નલિકાની જિંદગી ઘણી ટૂંકી હોવાથી તેને વારંવાર બદલવાની જરૂરિયાત રહેતી  હતી. 

Vaccum Tube


બીજી પેઢીનાં કમ્પ્યૂટર ( 1955-65 ) ( Second Generation Computers ( 1955-65 ) ) : 

પહેલી પેઢીનાં કમ્પ્યૂટરમાં નિર્વાત નલિકાઓને કારણે ઉદ્ભવતી સમસ્યાઓને નિવારવા માટે બીજી પેઢીના કમ્પ્યૂટરમાં ટ્રાન્ઝિસ્ટર ( transisters ) નો ઉપયોગ થયો . ટ્રાન્ઝિસ્ટર એક નાના કદના અર્ધવાહક પદાર્થથી બનેલ ઘટક છે . ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી ગરમીની સમસ્યા ઓછી થઈ અને કમ્પ્યૂટરનું કદ પણ ઘટ્યું . આ ઉપરાંત કમ્પ્યૂટરની કામ કરવાની ઝડપ પ્રમાણમાં વધી . તેની સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ સુધારો થયો . હવે યાંત્રિક ( યંત્ર સમજી શકે તે ) ભાષામાં કામ કરવાને બદલે ALGOL અને FORTRAN જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં કામ થઈ શકતું . IBM 1620 એ બીજી પેઢીનાં કમ્પ્યુટરનું ઉદાહરણ છે .

Transistor


ત્રીજી પેઢીનાં કમ્પ્યૂટર ( 1965-80 ) ( Third Generation Computers ( 1965-80 ) ) :

ત્રીજી પેઢીનાં કમ્પ્યૂટરમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ( ICs ) નો ઉપયોગ કરવામાં આવ્યો . આ સર્કિટ્સ એક સિલિકોન ચીપ ઉપર બેસાડવામાં આવતી હતી , સિલિકોન ચીપ 1/8 ઇંચ કરતાં પણ ઓછી જગ્યા રોકતી અને તેના ઉપર ડાયોડ , ટ્રાન્ઝિસ્ટર , કૅપેસિટર વિગેરે જેવા અનેક ઇલેક્ટ્રૉનિક ઘટકો જડવામાં આવતા હતા. સર્કિટમાં તારનાં આંતરજોડાણો ઘણાં ઓછાં કરવામાં આવતાં આ કમ્પ્યૂટર કદમાં નાનાં , કાર્યમાં ઝડપી અને ઇનપુટ તથા આઉટપુટમાં સુગમ ( flexible ) બન્યાં . ત્રીજી પેઢીનાં કમ્પ્યૂટર એક નાના ધંધાની જરૂરિયાત સંતોષી શકતાં હતાં . થોડા સમયમાં જ આ કમ્પ્યૂટર મિની કમ્પ્યૂટર તરીકે પ્રચલિત બન્યાં . IBM 360 , PDP 8 અને PDP 11 ત્રીજી પેઢીનાં કમ્પ્યૂટરનાં ઉદાહરણ છે .

Integrated Circuit


ચોથી પેઢીનાં કમ્પ્યૂટર ( 1980.89 ) ( Fourth generallan Computer ( 1980-89 ) ) :

ચોથી પેઢીનાં કમ્પ્યૂટરમાં ખૂબ મોટા પ્રમાણમાં IC નો ઉપયોગ થયો હતો , જેને VLSI ( Very Large Scale Integration ) કહેવાય . આના કારણે આ પ્રકારનાં પ્યૂટર અતિશય ઝડપી , ખૂબ જ નાના અને વધારે ભરોસાપાત્ર હતાં . ચોથી પેઢીનાં કમ્પ્યૂટર થોડા જ સમયમાં વિવિધ કાર્ય કરતાં અને ક્રિયા પ્રતિક્રિયા આપતાં ( interactive ) યંત્ર - મશીન તરીકે વિકસિત થયાં અને તેનાથી વિનિયોગની રચના કરવાનું કાર્ય ઝડપી બન્યું . આ પેઢીના કમ્પ્યૂટર ઉપયોગકર્તા સાથે વધુ મૈત્રીપૂર્ણ( user - friendly – વાપરવામાં સરળ ) બન્યાં અને અંગત કાર્ય માટે પણ બહોળા પ્રમાણમાં વપરાતા થયાં . આથી આ કમ્પ્યૂટર અંગત કમ્પ્યૂટર ( Personal Computers - PCs ) કહેવાયાં , IBM PC અને Apple II એ અંગતે કમ્પ્યૂટરનો ઉદાહરણ છે . ચોથી પેઢીનાં કમ્પ્યૂટરમાં CRAY શ્રેણીના સુપર કમ્પ્યૂટરનો પણ સમાવેશ થાય છે . સુપર કમ્પ્યૂટર પ્રક્રિયા કરવાની ક્ષમતા અને કિંમતની બાબતમાં સર્વોત્તમ છે . આ કમ્પ્યૂટર એક સેકન્ડમાં અનેક અબજ સૂચનાઓનો અમલ કરવા સમર્થ છે . તેનો ઉપયોગ એવા વિનિયોગમાં કરવામાં આવે છે , જેમાં વિપુલ પ્રમાણમાં ગાણિતિક ગણતરીઓ કરવાની જરૂર પડે . જેમકે , શૅર - વિશ્લેષણ , હવામાનની આગાહી અને અન્ય જટિલ અને ગૂંચવણભરેલા વિનિયોગ , આ સમયગાળા દરમિયાન કમ્પ્યૂટર નેટવર્ક ટેક્નોલૉજીનો પણ ફેલાવો થયો . 

પાંચમી પેઢીનાં કમ્પ્યૂટર ( 1989 - આજ સુધી ) ( Fifth Generation Computers ( 1989 - till date ) ) :

પ્રક્રિયાની ઝડપ , ઉપયોગકર્તા સાથેનાં મૈત્રીપૂર્ણ વ્યવહાર અને કમ્પ્યૂટર નેટવર્ક સાથેનાં જોડાણ બાબત પાંચમી પેઢીનાં કમ્પ્યૂટર વધારે બુદ્ધિમાન બન્યાં . આ કમ્પ્યૂટર પૉર્ટેબલ ( સુવાહ્ય- portable ) અને સગવડભર્યાં છે . પાંચમી પેઢીનાં કમ્પ્યૂટરની મુખ્ય લાક્ષણિકતામાં શક્તિશાળી ડેસ્કટોપ , નોટબુક - કમ્પ્યૂટર , સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ , જેમકે ઓપ્ટિકલ સૉફ્ટવેર ટેક્નોલૉજી અને કૃત્રિમ બુદ્ધિ ( artificial intelligence ) નો સમાવેશ થાય છે . IBM નોટબુક , પેન્ટિયમ PC અને PARAM 10000 પાંચમી પેઢીનાં કમ્પ્યૂટરનાં ઉદાહરણ છે .

Computer generations and it's Charactistic

સૉફ્ટવેર આધારિત કમ્પ્યૂટરની પેઢીઓ ( Generations of Computers Based on Software ) :

હાર્ડવેરની પાંચ પેઢીઓની જેમ સૉફ્ટવેરની પણ પેઢીઓ છે . સૌપ્રથમ પેઢી એ યંત્રકક્ષાની ભાષા કે યંત્રભાષા ( મશીન લેંગ્વેજ - machine language ) છે , જે સંજ્ઞા 0 અને 1 વાળી બે સ્થિતિની ભાષા છે . આમાં બે અંક હોવાથી તેને દ્વિઅંકી ભાષા ( બાયનરી લેંગ્વેજ binary language ) પણ કહેવામાં આવે છે . કમ્પ્યૂટર એક ઇલેક્ટ્રૉનિક યંત્ર હોવાથી આ ભાષા ( દ્વિઅંકી ભાષા ) ને સમજી શકે છે . 

મશીન - લેંગ્વેજની તકલીફોને નિવારવા માટે ઍસેમ્બલી લેંગ્વેજ ( assembly language ) રજૂ કરવામાં આવી . ઍસેમ્બલી લેંગ્વેજમાં નૈમોનિક કોડ ( સાંકેતિક ચિહ્ન mnemonic codes ) અથવા ચિહ્ન ( symbols ) નો ઉપયોગ થાય છે . ઍસેમ્બલી લેંગ્વેજને બીજી પેઢીની કમ્પ્યૂટર ભાષા ગણવામાં આવે છે . 

મશીન - લેંગ્વેજ હોય કે ઍસેમ્બલી લેંગ્વેજ , ડેટા અને સૂચનાઓ આપવાનું કામ હજી પણ કંટાળો ઉપજાવે તેવું હતું . આપણને કમ્પ્યૂટરમાં વાપરવામાં આવે અને કમ્પ્યૂટરને મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે તાલીમ આપવામાં આવે , તો કમ્પ્યુટરને અંગ્રેજી જેવી ભાષા વધારે અનુકૂળ લાગે છે . જો અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષા કે અંગ્રેજી ભાષાનો નાનો ભાગ ) ડેટા અને સૂચનાઓ આપવાનું કાર્ય ઘણું સગવડભર્યું બની રહે . આ વિચારમાંથી પ્રેરા લઈને અંગ્રેજી ભાષાના એક ભાગને ( અંગ્રેજીનો સબસેટ ) ની ત્રીજી પેઢીની ભાષા તરીકે રચના કરી . આ ત્રીજી પેઢીની ભાષાને હાયર લૅવલ લેંગ્વેજ ( higher level language ) તરીકે પણ ઓળખવામાં આવે છે . આ હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલ માહિતી ( પ્રોગ્રામ ) નો સ્વયં સંચાલિત રીતે મશીન - લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે વિશિષ્ટ પ્રોગ્રામ વપરાય છે , જેને ટ્રાન્સલેટર ( translator ) ( જેમ કે કમ્પાઇલર - compiler અને ઇન્ટરપ્રિટર - interpreter ) કહેવામાં આવે છે . મશીન લેંગ્વેજમાં લખાયેલ આ ટ્રાન્સલેટર અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં લખાયેલ ડેટા અને સૂચનાઓને યંત્ર સમજી શકે તેવી ભાષામાં ફેરવે છે . C , COBOL ( કોબોલ ) અને Java ( જાવા ) જેવી પ્રોગ્રામિંગની ભાષાઓ હાયર લેંગ્વેજનાં ઉદાહરણ છે .

આ પ્રકારની ત્રીજી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાઓની શોધ પછી વધારે સગવડતાવાળી ચોથી પેઢીની ભાષાઓ આવી . ચોથી પેઢીની ભાષાઓને કારણે ‘ કઈ રીતે કરવું ' ને બદલે ‘ શું કરવું છે ’ તેનો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘણી ઓછી થઈ . સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ ( Structured Query Language - SQL ) એ ચોથી પેઢીની પ્રોગ્રામિંગ લેંગ્વેજનું ઉદાહરણ છે .

ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતની છે કે જેથી ફક્ત ‘ શું કરવું છે ' તેનો જ નિર્દેશ કરીને વિનિયોગનો વિકાસ ઝડપી બને છે , જ્યારે પાંચમી પેઢીની ભાષામાં પ્રોગ્રામર વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ કમ્પ્યૂટર લાવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી . ખામી શોધવી ( fault - finding ) , ધ્વનિની ઓળખ કરવી ( voice recognition ) અને અંતર્વેધન શોધવું ( intrusion detection ) એ કેટલાક ઉદાહરણરૂપ વિનિયોગ છે કે જેમાં આ સગવડ મદદરૂપ થાય છે . સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની જટિલતા ન રહે અને ઉપયોગકર્તા સાથેની ક્રિયા - પ્રતિક્રિયા સરળ રહે તે માટે આ કાર્ય પારદર્શિતા સાથે કરવામાં આવે છે . આ ધ્યેય પાર પાડવા માટે પાંચમી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાઓમાં કૃત્રિમ બુદ્ધિ ( Artificial Intelligence AI ) નો ઉપયોગ કરવામાં આવ્યો છે . કૃત્રિમ બુદ્ધિની ટેક્નિક અપરિશુદ્ધતા ( imprecision ) નું નિયંત્રણ અને મનુષ્યની જેમ શીખવું તેમજ સમસ્યાનો ઉકેલ લાવવો જેવી સગવડ પૂરી પાડે છે . આ કારણે AI આધારિત વિનિયોગ અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓ કે ટૂલ્સ વડે બનાવેલાં વિનિયોગ કરતાં વધારાનાં કૌશલ્ય સાથે એક કદમ આગળ રહે છે .

Post a Comment

Previous Post Next Post