ભૂગોળ ટેસ્ટ-1 :ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

ટેસ્ટનું નામ :ભૂગોળ ટેસ્ટ-1

ટોપીક :ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

પ્રશ્નો :15

માર્ક :15

 ટેસ્ટ કોના માટે : Talati, Jr.clerk,Bin Sachivalay Clerk and અન્ય  Class-3 Jobs માટે 

લેવલ :મિક્સ 






અહીં મિત્રો ગુજરાત ક્વિઝમાં આપનું સ્વાગત છે,તમે  ભૂગોળ અંગેની પરીક્ષા દેવા  જઈ રહ્યા છીએ અને તમે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ વિષય ટેસ્ટ  લઈએ છીએ તેની પહેલા આપણે 
ગુજરાતનું  ડુંગરાળ પ્રદેશ વિશે   ચર્ચા કરીએ અને પછી  ટેસ્ટ  તરફ આગળ વધીએ



પ્રાચીન સમયમાં ગુજરાતને આનર્ત , લાટ અને સુરાષ્ટ્ર એમ ત્રણ વિસ્તાર તરીકે ઓળખવામાં આવતું હતું . 
આનર્ત:
તળ ગુજરાતના ઉત્તર વિસ્તારને 
લાટઃ 
ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગને 
સુરાષ્ટ્ર:
સૌરાષ્ટ્ર 
વર્તમાન સમયે ગુજરાતની ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પાંચ ભાગમાં વહેંચણી થઈ છે . 
1.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ 
2.ગુજરાતનો રણ વિસ્તાર 
3.સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ 
4.ગુજરાતના મેદાનો  
5.ગુજરાતનો દરિયા કિનારો

1. ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
સામાન્ય રીતે 1000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને પર્વત તરીકે ઓળખવામાં આવે છે . જ્યારે 300 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને ડુંગર કે ખડકવાળા વિસ્તાર તરીકે અને 300 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે .
કચ્છનો ડુંગરાળ પ્રદેશ - કચ્છમાં નાના ડુંગરોની ત્રણ હાર આવેલી છે . જેને ધાર તરીકે ઓળખવામાં આવે છે .
ઉત્તર ધાર : 
કાળો , પચ્છમ , ખદીર , બેલા , ખડિયો અને ખાવડા ટાપુ 
મધ્ય ધાર : 
ધીણોધર , લીલીયો , ભૂજિયો , રતનાલ
દક્ષિણ ધાર :
ઉમિયા , જૂરા , વરાર . 
ઉત્તર ધાર અને કચ્છનો સૌથી ઊંચો કાળો ડુંગર છે
મધ્યધાર અંજારથી લખપત વચ્ચે આવેલી છે અને જે ધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર છે . જે ધીણોધર ડુંગર નખત્રાણા તાલુકામાં આવેલો છે અને તેના ઉ૫૨ થી કર્કવૃત્ત પસાર થાય છે . 
મધ્યધા૨ કચ્છના રણ અને અખાત વચ્ચે જળ વિભાજનનું કાર્ય કરે છે . 
દક્ષિણ ધાર મધ્ય ધારની દક્ષિણ બાજુએ આવેલી છે . આ ધાર પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે . જે ધારનો સૌથી મોટો ડુંગર નનામો છે .
કચ્છની પૂર્વ બાજુએ નાના રણ અને મોટા રણ વચ્ચેના ભાગને વાગડના મેદાન તરીકે ઓળખાય છે . જેમાં વાગડની ટેકરીઓ આવેલી છે . જેને કંથકોટના ડુંગરો કહેવામાં આવે છે . 
ડુંગરોમાં અધોઈ સૌથી ઊંચો ડુંગર છે.
કચ્છ જિલ્લામાં આવેલા કંથકોટ કિલ્લામાં મહંમદ ગઝનવીના આક્રમણ સમયે ભીમદેવ પ્રથમે આશ્રય લીધો હતો 
સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ 
સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા ચોટીલા , જૂનાગઢનો ગિરનાર , ભાવનગર જિલ્લામાં શેત્રુંજય તેમજ તળાજા , ખોખરા , શિહોરનો સમાવેશ થાય છે . 
સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશનું મુખ્યત્વે માંડવની ટેકરી ( ઉત્તરે ) અને ગીરની ટેકરીઓ ( દક્ષિણે ) એમ વિભાજન થયું છે .

ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત ગિરનાર છે અને તેનું ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે . જ્યારે ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર સરકલાની ટેકરી છે , જે સરકલાની ટેકરી અમરેલી જિલ્લામાં આવેલી છે . ગિરનાર પર્વતની નજીક દાતારનો ડુંગર આવેલો છે . જેની ઊંચાઈ 847 મીટર છે .
ગીરના વિસ્તાર પૈકીના એક નાના ગીરમાં મો૨ધા૨ ના ડુંગરો આવેલા છે 
ગીરની ટેકરીઓ ગિરનારની દક્ષિણ બાજુએ જતી હારમાળા છે . 
ભાવનગર જિલ્લામાં શેત્રુંજય ( પાલીતાણા ) , શિહોરનો ડુંગર , તળાજાનો ડુંગર અને ખોખરાના ડુંગરનો સમાવેશ થાય છે . 
માંડવની ટેકરીઓમાં ચોટીલા અને બરડો ડુંગરનો સમાવેશ થાય છે . 
માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે જ્યારે બરડો ડુંગર સૌથી ઊંચું શિખર આભપરા છે . જે બરડો ડુંગ૨માં વેણુ નામક શિખર પણ આવેલું છે ,

તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ:
સમગ્ર ભારતમાં સૌથી પ્રાચીન મનાતી પર્વતમાળા અરવલ્લીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના દાંતા અને પાલનપુરમાં જેસોરની ટેકરી અને આરાસુરના ડુંગરાઓ આવેલા છે . 
જેસોરની ટેકરી સૌથી ઊંચી છે . જે 1,090 મીટર ઊંચાઈ ધરાવે છે . 
અરવલ્લી પર્વતમાળા મુખ્યત્વે રાજસ્થાનમાં પથરાયેલી છે . પરંતુ ગુજરાતમાં તેનો આબુ નજીકથી પ્રવેશ થાય છે .

અરવલ્લી પર્વતીય શ્રેણી પંચમહાલ જિલ્લાના પાવાગઢ સુધી છે . પાવાગઢ વિંધ્ય શ્રેણીમાં ભળી જાય છે . આ પર્વતશ્રેણી બનાસ અને સાબરમતી નદીના જળ વિભાજનનું પણ કાર્ય કરે છે .
સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીના ભાગરૂપે આરાસુરના ડુંગરો આવેલા જેમાં ઈડર , ખેડબહ્મા , શામળાજીના ડુંગરો આવેલા છે . 
અરવલ્લીના ભાગરૂપે મહેસાણા જિલ્લાનો ઉત્તર પૂર્વ ભાગ તારંગાની ટેકરીઓ તરીકે ઓળખાય છે . જે તારંગા મહેસાણાથી વીસનગરની શ્રેણીમાં આવેલી છે .
અરવલ્લીની શાખા ગણાતા આરાસુર ડુંગરની શ્રેણી દાંતા , ખેડબ્રહ્મા , ઈડર અને શામળાજી દિશામાં જાય છે અને વિધ્ય પર્વતીય શ્રેણીને મળે 
મધ્ય ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ 
પંચમહાલ , દાહોદ , મહીસાગર , છોટા ઉદેપુર વિંધ્ય પર્વતીય શ્રેણીનો ભાગ છે જે મહી અને પાનમ તેમજ નર્મદા અને ઓરસંગ નદીઓના જળ વિભાજનનું કાર્ય કરે છે .

પંચમહાલ જિલ્લામાં પાવાગઢનો ડુંગર આવેલો છે તેમજ છોટા ઉદેપુરમાં છોટા ઉદેપુરની ટેકરીઓમાં આંબા ડુંગર આવેલો છે . 
નર્મદા અને તાપી વચ્ચેનો વિસ્તાર અને નર્મદાની રાજપીપળાની ટેકરીઓ સાતપુડા પર્વતીય શ્રેણીનો ભાગ છે ,
માથાસ૨ ( 800 મીટર ) રાજપીપળાની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર છે .
રાજપીપળાની ટેકરીઓમાંથી અકીક મળી આવે છે .
દક્ષિણ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ 
સાલેર મુલેર અને પારનેરા સહ્યાદ્રી પર્વતીય શ્રેણીનો ભાગ છે . 
સહ્યાદ્રી પર્વતીય શ્રેણી તાપી નજીક આવેલી છે . જે સુરત , તાપી , વલસાડ , નવસારી અને ડાંગ જિલ્લાઓમાં વિસ્તરેલી છે . જેનું સૌથી ઊંચું શિખર ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા છે . 

વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે અને સહ્યાદ્રી પર્વત શ્રેણીમાં વિલ્સનની ટેકરીઓ પણ આવેલી છે .
અન્ય બાબતો
ગુજરાત અરવલ્લી , વિંધ્ય , સાતપુડા અને સહ્યાદ્રી પર્વતીય શ્રેણીઓ સાથે સંકળાયેલું છે . 
સૌરાષ્ટ્રમાં બે પર્વતીય શ્રેણીઓ આવેલી છે જેમાં એક પૂર્વથી પશ્ચિમ ભાગ તરફ અને બીજી ઉત્તર - પૂર્વ થી દક્ષિણ પૂર્વ જાય છે . 
કચ્છના ડુંગરમાંથી ચિરોડી , બોક્સાઈટ , ચૂનાના પથ્થર , લિગ્નાઈટ , સિલિકા વગેરે ખનિજો મળી આવે છે . 

આરાસુરની ટેકરીઓમાં અંબાજી પાસેથી તાંબુ , સીસું , જસત , આરસ વગેરે ખનિજો મળી આવે છે . 
વડોદરા અને છોટા ઉદેપુર નજીકના વિસ્તારો એટલે વિંધ્ય પર્વતીય શ્રેણીમાંથી વિપુલ પ્રમાણમાં ફલોરસ્પાર મળી આવે છે .
ગુજરાતમાં પર્વતો વિશે 
ગિરનાર : 1153.2 મીટર – જૂનાગઢ ( ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ) 
ગોરખનાથ શિખર : 1,117 મીટર - જૂનાગઢ ( ગુજરાતનું સૌથી ઊંચું શિખર- ગિરનાર ઉપર ) 
ચોટીલા : 340 મીટર – સુરેન્દ્રનગર ( માંડવની ટેકરીમાં સૌથી ઊંચું શિખર 
શેત્રુંજય : 498 મીટર - ભાવનગર ( સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં ) 
પાવાગઢ : 829 મીટર - પંચમહાલ ( મહાકાળી માતાનું મંદિર ) 
સાપુતારા : 1,100 મીટર – ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ) 
કાળો : 437 મીટર - કચ્છ ( કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર- કચ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર ) 
ધીણોધર : 388 મીટર - કચ્છ ( કચ્છની મધ્ય ધારમાં આવેલો ડુંગર – જે પરથી કર્કવૃત્ત પસાર થાય છે ) 
ઝુરા - 316 મીટર - કચ્છ ( કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર ) 
સરકલાની ટેકરી : 643 મીટર ( અમરેલી જિલ્લામાં , ગીરની ટેકરીઓ સૌથી ઊંચું શિખર ) 
આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )

અન્ય પર્વતો 

પર્વત

જિલ્લો 

 

પર્વત

જિલ્લો 

 

બરડો

પોરબંદર 

 

ઈડર

સાબરકાંઠા

 

ભૂજિયો

કચ્છ 

 

તળાજા

ભાવનગર

 

લીલીયો

કચ્છ 

 

વિલ્સન

વલસાડ

 

લખપત

કચ્છ 

 

સતિયાદેવ

જામનગર

 

નખત્રાણા

કચ્છ 

 

તારંગા

મહેસાણા  

 

ખોખરા

ભાવનગર 

 

ઓસમ

રાજકોટ 

 

શિહોર

ભાવનગર

 

રાજપીપળા ટેકરીઓ

નર્મદા

રતનમહાલ

દાહોદ

 

ખાવડા

કચ્છ 

 

ઉમિયા

કચ્છ 

 

વરાર

કચ્છ 

 

ગારો

કચ્છ 

 

ખદિર

કચ્છ 

 

આરાસુર

બનાસકાંઠા

 

જેસોર

બનાસકાંઠા ( દાંતા - પાલનપુર )


Post a Comment

Previous Post Next Post