ટેસ્ટનું નામ : ઇતિહાસ ટેસ્ટ -૧:
ટોપીક : ગુજરાતનું નામકરણ
પ્રશ્નો :15
માર્ક :15
ટેસ્ટ કોના માટે : Talati, Jr.clerk,Bin Sachivalay Clerk and અન્ય Class-3 Jobs માટે
લેવલ :મિક્સ
અહીં મિત્રો ગુજરાત ક્વિઝમાં આપનું સ્વાગત છે,તમે ઇતિહાસ અંગેની પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ અને તમે ગુજરાતનું નામકરણ વિષય ટેસ્ટ લઈએ છીએ તેની પહેલા આપણે ગુજરાતનું નામ કેવી રીતે થયું તેની ચર્ચા કરીએ અને પછી ટેસ્ટ તરફ આગળ વધીએ
ગુજરાત : પલટાતાં નામ -
પલટાતા અર્થ હાલ સૈકાઓથી જેને ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે તે પ્રદેશને એનું આ વર્તમાન નામ તો છેક સોલંકી કાલ ( ઈ.સ. 942-1304 ) દરમ્યાન અર્થાત્ પ્રાચીન કાલના અંતભાગમાં લાગુ પડ્યું . એ અગાઉ આ પ્રદેશ જુદા જુદા સમયે જુદા જુદા નામે ઓળખાયો હતો . પ્રાગૈતિહાસિક કાલમાં લેખનકલા અસ્તિત્વ ધરાવતી ન હોઈ એ કાલનો કોઈ લખાણ મળે એમ નથી , તેથી એ કાલના માણસો આ પ્રદેશને ક્યા નામે ઓળખતા હશે . એ જાણી શકાય એમ નથી .
આઘ - ઐતિહાસિક કાલના શાર્થાત વંશના શાસનકાલ દરમ્યાન આ પ્રદેશ ‘ આનર્ત ’ નામે ઓળખાતો ને એની રાજધાની હતી કુશસ્થલી , જે સમય જતાં ‘ દ્વારવતી ' કે ' દ્વારકા ' નામે પુનર્નિર્માણ પામી , મૌર્ય કાલથી ગુપ્ત કાલ દરમ્યાન સૌરાષ્ટ્રને ‘ સુરાષ્ટ્ર ' કહેતા ; ને એનું પાટનગર હતું ગિરિનગર , જેની સમીપમાં હાલનું જૂનાગઢ વસેલું છે . ક્ષત્રપ કાલ ( ઈ.સ. 23-400 ) દરમ્યાન આ પ્રદેશના જુદા જુદા ખંડ સુરાષ્ટ્ર , કચ્છ , આનર્ત , શ્વત્ર વગેરે નામોથી ઓળખાતા . આમ ' આનર્ત ' નામ ત્યારે ઉત્તર ગુજરાતનો સીમિત અર્થ ધરાવતું થયું હતું .
મૈત્રક કાલ ( ઈ.સ. 470-788 ) દરમ્યાન ‘ સુરાષ્ટ્ર ’ અને કચ્છનાં પ્રાદેશિક નામ પ્રચલિત હતાં . ચીની પ્રવાસીઓની નોંધ પરથી માલૂમ પડે છે કે ત્યારે આ સમસ્ત પ્રદેશ પ્રાયઃ ‘ લાટ ' નામે ઓળખાતો હશે , કેમકે ત્યારે સૌરાષ્ટ્રનો તથા ઉત્તર ગુજરાતનો સમાવેશ લાટ દેશની અંદર થતો .
દખ્ખણના રાષ્ટ્રકૂટોએ પોતાની સત્તા દક્ષિણ ગુજરાતમાં પ્રસારી ત્યારે અનુ - મૈત્રક કાલ ( ઈ.સ. 788-942 ) દરમિયાન આ નામનો અર્થ દક્ષિણ ગુજરાત માટે રૂઢ થઈ ગયો . એ સમયે દક્ષિણ રાજસ્થાનના ભીનમાલ પ્રદેશને ‘ ગુર્જરદેશ ’ કહેતા . મૂલરાજ સોલંકી ( 10 મી સદી ) એ પોતાની સત્તા સત્યપુર મંડલ ( રાજસ્થાનમાંના સાંચોરની આસપાસનો પ્રદેશ ) ઉપરાંત સારસ્વત મંડલ ( ઉત્તર ગુજરાતની સરસ્વતીના કાંઠે આવેલો પ્રદેશ ) પર પ્રસારી ત્યારથી ‘ ગુર્જરદેશ ' નામ હાલના ઉત્તર ગુજરાતને લાગુ પડવા લાગ્યું .
સોલંકી કાલ ( ઈ.સ. 942-1304 ) દરમ્યાન સોલંકી સત્તાના વિસ્તારની સાથે આ નામ હાલના સમગ્ર ગુજરાતને લાગુ પડતું ગયું . વાધેલા સોલંકી વંશના શાસનકાલ દરમ્યાન અર્થાત્ 13 મી સદીમાં આ નામનું ‘ ગુજરાત ’ રૂપ પ્રચલિત થયું . ત્યારથી આ પ્રદેશ ‘ ગુજરાત ' તરીકે આળખાતો રહ્યો છે . ' મધ્યકાલ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય રાજ્યોના શાસનના વિસ્તાર અનુસાર કેટલાક આસપાસના પ્રદેશ પણ ગુજરાતની અંતર્ગત ગણાયા . સમયે સમયે ‘ ગુજરાત ’ નામ ધરાવતા પ્રદેશના વિસ્તારમાં વધઘટ થતી રહી .
બ્રિટિશ કાલ દરમિયાન વહીવટી દૃષ્ટિએ ગુજરાત અનેક જિલ્લાઓ અને એજન્સીઓમાં વિભાજિત થઈ ગયું , પરંતુ સાંસ્કૃતિક અને ભાષાકીય દ્રષ્ટિએ ગુજરાતનું અસ્તિત્વ અબાધિત રહ્યું . 1947 માં ભારત આઝાદ થયું તે પછી થોડા સમયમાં ગુજરાતના લગભગ સર્વ જિલ્લા ગુજરાત રાજ્ય તરીકે સંકલિત થયા . એમાં અગાઉના વાંસવાડા - ડુંગરપુર કે આબુનો સમાવેશ થયો નહિ , પણ દક્ષિણે ડાંગ જિલ્લાનો સમાવેશ થયો . આ ગ્રંથમાં ‘ ગુજરાત ’ નામ આ સર્વ કાલખંડોના સંદર્ભમાં હાલના ગુજરાત માટે પ્રયોજાયું છે . એમાં દીવ અને દમણ પ્રદેશોનો પણ સમાવેશ થાય છે .
પ્રાદેશિક વિભાગો ગુજરાતના પ્રાદેશિક વિભાગ જુદા જુદા નામે ઓળખાયા છે . સૌરાષ્ટ્ર અને કચ્છના દ્વીપકલ્પ ભૌગોલિક એકમ હોઈ પોતાનાં અલગ નામ ધરાવતા . સૌરાષ્ટ્રને પ્રાચીન કાલમાં ‘ સુરાષ્ટ્ર ' કહેતા ને કચ્છને ' કચ્છ ' , પરંતુ તળ - ગુજરાત માટે કોઇ સામાન્ય નામ ન હતું . એના જુદા જુદા ભાગ જુદા જુદા નામે ોળખાતા . કેટલાક ભાગ નદીઓના નામે જાણીતા હતા , જેમકે સારસ્વત ( સરસ્વતી - કાંઠો ) ,ભૂમિકા ( સાબરકાંઠી ) અને માર્કેય ( મહીકાંઠો ) .
કેટલાક ભાગ તીર્થ - તંત્ર તરીકે જાણીતા હતા , જેમકે ધર્મારણ્ય ક્ષેત્ર ( મોઢેરાની આસપાસ ) , હાટકેશ્વર ક્ષેત્ર ( વડનગરની આસપાસ ) , કુમારિકા - ક્ષેત્ર ( ખંભાતની આસપાસ ) અને ભૃગુ - ક્ષેત્ર ( ભરૂચની આસપાસ ) . ભૃગુ - ક્ષેત્રને રૈવા - ખંડ પણ કહેતા . એની દક્ષિણે તાપી - ક્ષેત્ર હતું . એની દક્ષિણે આવેલા પ્રદેશનો સમાવેશ અપરાન્ત ( પશ્ચિમ સરહદ ) માં થતો . એનું પાટનગર શૂરક ( સોપારા ) હતું . ઇતિહાસ ઇતિહાસ એ અતીતનો શક્ય તેટલો પ્રમાણિત ઉપલબ્ધ વૃત્તાંત છે . એમાં તે સમયનો રાજકીય ઇતિહાસ ઉપરાંત સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંનો પણ સમાવેશ થાય છે , જેમકે સામાજિક સ્થિતિ , આર્થિક સ્થિતિ , ભાષા અને લિપિ , સાહિત્ય , ધર્મસંપ્રદાયો , સ્થાપત્ય , શિલ્પ , લલિત કલાઓ . આ ઇતિહાસ આપણને વિવિધ ઉપલબ્ધ સાધનો પરથી જાણવા મળે છે . અતીતના વૃત્તાંતમાં આપણે જેમ જેમ પાછળ જઈએ તેમ તેમ આ સાધનોની સામગ્રી ઘટતી જાય છે . 3 ઇતિહાસની સમયમર્યાદા અપરંપાર છે .
વર્તમાન ઘટનાઓ છેક ગઈકાલ સુધી અથવા આજની વર્તમાન ક્ષણ સુધી નિરૂપી શકાય . એની પૂર્વમર્યાદા છેક ઐતિહાસિક કાલનો આરંભ સુધી આંકી શકાય . ભારતના ઇતિહાસમાં આ સમયરેખા ભગવાન બુદ્ધ તથા મહાવીર સ્વામીના સમકાલીન મગધ - નરેશ બિંબિસારના રાજ્યકાલમાં અંકાઈ છે . એ . અગાઉનો ઐતિહાસિક કાલનો જે ખંડ એવો છે કે જેમાં કોઈ ચોક્કસ સમર્યાંકન કરવું શક્ય નથી ને એનાં અભિલિખિત સાધનો પણ જેમાં હજી આપણને ઉપયોગી નીવડતાં નથી તે કાલખંડને આદ્ય - ઐતિહાસિક કાલ તરીકે ઓળખવામાં આવે છે . એ કાલની માનવ - સંસ્કૃતિને લગતી માહિતી પુરાતત્ત્વીય ઉત્ખનનો તથા પૌરાણિક અનુશ્રુતિઓ દ્વારા ઉપલબ્ધ થાય છે .
એનીય અગાઉ માનવ - વસાહતોમાં જે સંસ્કૃતિઓ પાંગરી , તેની માહિતી પુરાતત્ત્વીય સ્થળ - તપાસો અને ઉત્ખનનો દ્વારા સાંપડે છે . આ કાલમાં લેખન કલાની શોધ થઈ ન હતી , આથી એના અવશેષોમાં મુખ્યત્વે પાપાણનાં ઓજારો ઉપલબ્ધ થાય છે . કોઈ પ્રકારના અભિલેખ પ્રાપ્ત થતા નથી . આથી આ કાલને પ્રાગ્ - ઐતિહાસિક કહેવામાં આવે છે .
પ્રાચીન કાલ ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન કાલનો આરંભ મુખ્યત્વે મૌર્ય કાલ ( ઈ.પૂ.322 થી 185 ) થી થાય છે . એ કાલના કેટલાક સંગીન સમકાલીન તથા અનુકાલીન વૃત્તાંત ઉપલબ્ધ છે . શ્રીલંકાના બૌદ્ધ સાહિત્યમાં સિંહપુરના રાજપુત્ર વિજય અને એના સાથીઓએ અહીંથી સમુદ્રમાર્ગે લંકાદ્વીપ ( શ્રીલંકા ) જઈ ત્યાં કરેલા વસવાટનો જે આનુશ્રુતિક વૃત્તાંત આપ્યો છે તેના આધારે ભગવાન બુદ્ધના પરિનિર્વાણ ( ઈ.પૂ . 544-43 ) ના સુમારમાં શ્રીલંકા અને સૌરાષ્ટ્ર વચ્ચેનો સાંસ્કૃતિક સંબંધ સૂચિત થાય છે . એ અનુસાર ગુજરાતના ઇતિહાસમાં આ આરંભિક ઐતિહાસિક કાલને આપણે પ્રા - મૌર્ય કાલ તરીકે સમાવિષ્ટ કરી શકીએ .
મૌર્ય કાલ પછીના કાલમાં ગુજરાતમાં ભારતીય - યવન રાજાઓનું શાસન હોવાનું તેઓના સિક્કાઓ વગેરે પરથી જાણવા મળે છે . આ કાલ ( લગભગ ઈ . પૂ . 285 - ઈ.સ .33 ) અનુ - મૌર્ય કાલ તરીકે ઓળખાય છે . એ પછી આવે છે ક્ષત્રપ તરીકે ઓળખાતા શક રાજાઓના શાસનના સમયનો એક દીર્ઘ શસ્વી કાલ ( લગભગ ઈ.સ. 23-400 ) . આ કાલના ઇતિહાસનાં સાધનોમાં સિક્કા ખાસ નોંધપાત્ર છે . મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઇ.સ. 400 ના અરસામાં માળવા પર પોતાની સત્તા પ્રસારી ત્યારે ગુજરાતમાં શર્વ ભટ્ટારક નામે રાજા સત્તારૂઢ થયો . એના રાજ્યકાલ ( લગભગ ઇ.સ. 400-415 ) ને અનુ - ક્ષત્રપ કાલ કહીએ . એ પછી કુમારગુપ્ત 1 લાએ ગુજરાતમાં પોતાની સત્તા પ્રવર્તાવી , ત્યારથી ગુજરાતમાં ગુપ્તકાલનો ઉદય થયો . પરંતુ અહીં ગુપ્ત સમ્રાટોની સત્તા થોડાં વર્ષ ( લગભગ ઈ.સ. 415-470 ) ટકી .
ગુપ્તકાલના અંત પછી ગુજરાતમાં મૈત્રક કાલ ( લગભગ ઇ.સ. 470-788 ) પ્રવર્તો . વલભીના મૈત્રક વંશના રાજાઓની સત્તા સુરાષ્ટ્ર , કચ્છ , ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા પર પ્રવર્તી . ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનો આ બીજો દીર્ઘ યશસ્વી કાલ હતો . મૈત્રક સત્તાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં સૈવ , ચાલુક્ય અને ચાપ કુલનું શાસન પ્રવર્ત્ય . દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં રાષ્ટ્રકૂટોનું શાસન રહ્યું , જ્યારે ઉત્તર ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં ચાવડા વંશની સત્તા સ્થપાઈ . આ કાલ ( ઈ.સ. 788-942 ) અનુ - મૈત્રકકાલ તરીકે ઓળખાય છે .
એ પછી પ્રાચીન કાલના ત્રીજા દીર્ઘ યશસ્વી કાલનો આરંભ થયો . એ હતો પાટણના સોલંકી રાજાઓના શાસનનો કાલ ( ઈ.સ. 942-1304 ) . એમાં મૂલરાજ 1 લાના વંશે ઈ.સ. 1244 સુધી અને એ પછી વાઘેલા સોલંકી કુલના રાજાઓએ રાજ્ય કર્યું . આ કાલ દરમ્યાન ગુજરાતનું સોલંકી રાજ્ય પશ્ચિમ ભારતનું એકમહારાજ્ય કે સામ્રાજ્ય બન્યું ને ગુજરાતના સાંસ્કૃતિક જીવનનાં અનેક ક્ષેત્રોમાં ગણનાપાત્ર પ્રદાન કરાયું . આથી સોલંકી કાલ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાલ ગણાય છે .
સોલંકી વંશોના શાસનનો અંત આવતાં ગુજરાતમાં દિલ્હીના મુસ્લિમ સુલતાનોની હકૂમત પ્રવર્તી ને ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન કાલનો અંત આવ્યો ઇતિહાસની સાધનસામગ્રી અતીતનો ખાસ કરીને પ્રાચીન કાલનો ઇતિહાસ જાણવા માટે ભારે અન્વેષણ કરવું પડે છે એમાં તે તે કાલનાં અનેકવિધ ઉપલબ્ધ સાધનોનો આધાર લેવો પડે છે . પ્રાગૈતિહાસિક તથા આઘ - ઐતિહાસિક સંસ્કૃતિઓની માહિતી મુખ્યત્વે પુરાવશેષો પરથી ઉપલબ્ધ થાય છે .
સ્થળ - તપાસો તથા ઉત્ખનનો દ્વારા પાષાણ , પકવેલી માટી , ધાતુઓ વગેરેના વિવિધ પદાર્થ પ્રાપ્ત થાય છે . આદ્ય - ઐતિહાસિક કાલના પુરાવશેષોમાં અભિલેખોનો સમાવેશ થાય છે , પરંતુ એ કાલની લિપિ હજી નિશ્ચિતપણે ઉકેલી શકાતી નથી . પ્રાચીન સ્મારકો તથા શિલ્પમૂર્તિઓના નિરીક્ષણ પરથી તે તે કાલનું સ્થાપત્ય તથા શિલ્પકલા તેમજ પ્રતિમાવિધાનનાં વિવિધ સ્વરૂપ જાણવા મળે છે . પુરાણો તથા અન્ય સાહિત્યમાં નોંધાયેલા આનુશ્રુતિક વૃત્તાંત પણ આ કાલનો કેટલોક ઇતિહાસ જાણવા ઉપયોગી નીવડે છે . પ્રાચીન કાલનો ઇતિહાસ જાણવા માટે અભિલેખો અર્થાત્ શિલા ધાતુ વગેરે પદાર્થો પર કોતરેલાં લખાણ ઘણાં ઉપયોગી નીવડે છે એમાં ગિરનારના શૈલલેખો , ક્ષત્રપ રાજાઓના સંખ્યાબંધ સિક્કાઓ અને મૈત્રક રાજાઓએ તામ્રપત્રો પર કોતરાવેલાં દાનશાસનો ખાસ નોંધપાત્ર છે .
પરિલેખો , દેવાલયોના નિર્માણ કે પુનર્નિર્માણને લગતા તેમ જ જળાશયો કે મસ્જિદોના નિર્માણને લગતા શિલાલેખો , પ્રતિમાલેખો અને પાળિયાલેખો પણ મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે રુદ્રદામાના તથા સ્કંદગુપ્તના ગિરનાર શૈલલેખો પરથી ગિરિનગરના સુદર્શન તળાવના નિર્માણ તથા પુનર્નિર્માણની માહિતી મળી છે . ક્ષત્રપ સિક્કાઓ પરનાં લખાણો પરથી ક્ષત્રપ રાજાઓની વંશાવલી તથા સાલવારી બંધ બેસાડી શકાઇ છે મૈત્રકોનાં તામ્રપત્રો પરથી એ રાજાઓની વંશાવલી તથા સાલવારી તારવી શકાઈ છે .
સોલંકી કાલનાં તામ્રપત્રો પરથી એ રાજ્યના વહીવટી વિભાગો તથા પેટાવિભાગો જાણવા મળ્યા છે , ને શિલાલેખો પરથી રાજાઓનાં યશસ્વી પરાક્રમો , દેવાલયો તથા જળાશયોનું નિર્માણ , મહંતો અને બ્રાહ્મણો વગેરેની માહિતી મળી છે . સિક્કાઓ , સ્થાપત્યકીય સ્મારકો ( દેવાલયો , જળાશયો , મસ્જિદો વગેરે ) , વિવિધ શિલ્પકૃતિઓ , વિશેષતઃ દેવદેવીઓની પ્રતિમાઓ તેમજ હસ્તલિખિત ગ્રંથોમાં આલેખાયેલાં ચિત્રો વગેરે પણ સાંસ્કૃતિક જીવનનાં વિવિધ પાસાંનો ખ્યાલ આપે છે .
અભિલેખોમાંથી તે તે કાલની રાજસત્તા તથા ઘટનાને લગતી નક્ક માહિતી સાંપડે છે . વળી તે તે સમયની સાહિત્યકૃતિઓ પણ ઇતિહાસનું એક મહત્ત્વનું સાધન બની રહે છે . કેટલીક કૃતિઓ રાજકીય ઇતિહાસ માટે વિપુલ માહિતી પૂરી પાડે છે , તો બીજી અનેક કૃતિઓ વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોમાં કરાયેલી પ્રગતિ પર પ્રકાશ પાડે છે .
હેમચંદ્રાચાર્યે રચેલું દયાશ્રય કાવ્ય , બિલ્હણ - કૃત વર્ણસુન્દરી નાટિકા , યશચંદ્ર રચિત મુદ્રિતકુમુત્તન્દ્ર , યશઃપાલ - કૃત મોહરા પરાઝપ , સોમપ્રભસૂરિ - રચિત બુમારપાતપ્રતિદ્રોધ , સોમેશ્વર - કૃત તિામુવી , અરિસિંહ - કૃત સુષ્કૃતસંજીર્તન , બાલચંદ્રસૂરિ - રચિત વસન્તવિનય , જયસિંહસૂરિ - નિર્મિત જ્ઞમ્મીરમવમર્દન નાટક ઇત્યાદિ સાહિત્યિક કૃતિઓ પરથી સોલંકી કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ પર પ્રકાશ પડે છે . વળી પ્રભાવપરિત , પ્રવન્યચિન્તામળિ , વિચારશ્રેળી , પ્રવન્યાશ અને વિવિધતીર્થવ ૫ જેવા પ્રબંધગ્રંથો પરથી એ કાલના અનેક આનુશ્રુતિક વૃત્તાંત જાણવા મળે છે .
કૃષ્ણ કવિએ હિંદી પદ્યમાં રચેલ રતમાતા કાવ્ય પરથી ચાવડા વંશની વિપુલ માહિતી ઉપલબ્ધ થઈ છે . અન્ય સાહિત્યિક કૃતિઓના અધ્યયન પરથી વિવિધ સાહિત્યિક સ્વરૂપોની કૃતિઓ , વ્યાકરણ , કાવ્યશાસ્ત્ર , દર્શનો , જ્યોતિષ ઇત્યાદિ વિષયોનું ખેડાણ , શિક્ષણ તથા જ્ઞાન - વિજ્ઞાનનો વિકાસ ઇત્યાદિ બાબતોની જાણકારી સાંપડે છે . વળી સાહિત્ય તથા અભિલેખો પરથી તે તે કાલની કાલગણનાની વિવિધ પદ્ધતિઓ ને ઘટનાઓનો સમય જાણવા મળે છે .
આમ પુરાવશેષીય , આભિલેખિક અને સાહિત્યિક સાધનોની વિવિધ સામગ્રી પરથી પ્રાચીન કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાં વિશે વિપુલ માહિતી સાંપડે છે . સદ્ભાગ્યે ગુજરાતના પ્રાચીન કાલના ઇતિહાસ માટે અનેકવિધ સાધન - સામગ્રી સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે . પ્રાચીન કાલમાં પ્રજાએ જે વિવિધ પ્રગતિ સાધી તેના મૂળમાં એની અગાઉના આઘ - ઐતિહાસિક કાલની તથા એનીય અગાઉના પ્રાગૈતિહાસિક કાલની સંસ્કૃતિઓનો વિપુલ વારસો રહેલો છે .
આથી પ્રાચીન કાલના ઇતિહાસનું નિરૂપણ કરતાં પહેલાં , ગુજરાતના પ્રાગ્ - ઇતિહાસ તથા આદ્ય - ઇતિહાસની પણ સંક્ષિપ્ત સમીક્ષા કરી લઈએ .
ટેસ્ટ અહિયાં થી શરૂ થાય છે