ટેસ્ટનું નામ : કમ્પ્યુટર ટેસ્ટ -૧:
ટોપીક : કમ્પ્યુટરનો પરિચય
પ્રશ્નો :15
માર્ક :15
ટેસ્ટ કોના માટે : Talati, Jr.clerk,Bin Sachivalay Clerk and અન્ય Class-3 Jobs માટે
લેવલ :મિક્સ
અહીં મિત્રો ગુજરાત ક્વિઝમાં આપનું સ્વાગત છે,તમે કમ્પયુટર અંગેની પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ અને તમે કમ્પયુટરનો પરિચય વિષય ટેસ્ટ લઈએ છીએ તેની પહેલા આપણે કમ્પયુટર વિશે ચર્ચા કરીએ અને પછી ટેસ્ટ તરફ આગળ વધીએ
કમ્પ્યુટર શું છે?
સરેરાશ વ્યક્તિ માટે, કોમ્પ્યુટર એ ફાસ્ટ એક્ટિંગ કેલ્ક્યુલેટર જેવું છે. પરંતુ કોમ્પ્યુટર એ માત્ર ઝડપી ગણતરીનું એકમ નથી. તે ગાણિતિક પ્રક્રિયાઓ ઉપરાંત ઘણી પ્રકારની તાર્કિક પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે. આજના યુગમાં કોમ્પ્યુટર એક બહુહેતુક સાધન તરીકે સતત ગતિએ વિકાસ પામી રહ્યું છે.
કમ્પ્યુટર જ્ઞાનનો પ્રસાર, વિઝ્યુઅલ-ઓડિયો પ્રકારની માહિતીનું સંચાલન, સંદેશાની આપ-લે જેવા અનેક કાર્યોમાં ઉપયોગી.
કોમ્પ્યુટરનો ઉપયોગ હકીકત, ક્રિયા અથવા પ્રક્રિયા અને જીવનની કેટલીક વિભાવનાઓને રજૂ કરવા માટે વપરાતા પ્રતીકોને સંગ્રહિત કરવા, તેમજ મેનેજ કરવા માટે થાય છે. કોમ્પ્યુટરની ભાષામાં હકીકતને ડેટા કહે છે.
વ્યાખ્યા: કમ્પ્યુટર એ એક એવું ઉપકરણ છે જે અમુક પ્રકારનું આઉટપુટ સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે અને જનરેટ કરે છે. કમ્પ્યુટર વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર ડેટાને પ્રોસેસ કરે છે અને સ્ટોર કરે છે.
ચોક્કસ કાર્ય કેવી રીતે કરવું તે અંગેની સૂચનાઓની ક્રમિક શ્રેણીને પ્રોગ્રામ કહેવામાં આવે છે, જેને સોફ્ટવેર પણ કહેવાય છે.
કમ્પ્યુટરનું ઇલેક્ટ્રોનિક સર્કિટ મર્યાદિત સંખ્યામાં સરળ સૂચનાઓને સમજી શકે છે અને તેનો સીધો અમલ કરી શકે છે. મૂળભૂત સૂચનાઓનો આ સમૂહ કમ્પ્યુટર ભાષા બનાવે છે જેને મશીન ભાષા કહેવાય છે.
કોમ્પ્યુટરને તેમના કદ, ઝડપ, ટેકનોલોજી, કિંમત, ઉપયોગના પ્રકાર વગેરેના આધારે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
કોમ્પ્યુટરને તેમના કદ અને ક્ષમતાના આધારે માઇક્રો, મીની, મેઈન ફ્રેમ અને સુપર કોમ્પ્યુટર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પર્સનલ કોમ્પ્યુટર એ વ્યક્તિગત કમ્પ્યુટર છે જેને ટૂંકમાં પીસી કહેવાય છે. તે ડેસ્કટોપ કોમ્પ્યુટર છે, માઇક્રોકોમ્પ્યુટર છે. લેપટોપ પણ માઇક્રોકોમ્પ્યુટર છે. પોર્ટેબલ કોમ્પ્યુટર હોવાથી મુસાફરી દરમિયાન તેનો ઉપયોગ કરવો સરળ છે. તે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તે બેટરી સંચાલિત છે. લેપટોપને નોટબુક કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે.
મેઈનફ્રેમ કોમ્પ્યુટર ખૂબ મોટા અને ખર્ચાળ મશીનો છે. તેનો ઉપયોગ મોટી કંપનીઓ, એરપોર્ટ, બેંકો વગેરેમાં થાય છે. મીની કોમ્પ્યુટર એ મેઈનફ્રેમ અને માઇક્રોકોમ્પ્યુટર વચ્ચેનો એક પ્રકાર છે.
સુપર કોમ્પ્યુટર એ બહુહેતુક કોમ્પ્યુટર છે જે સમસ્યા હલ કરવા માટે અત્યંત ઝડપી ગણતરી કરવામાં સક્ષમ છે.
કમ્પ્યુટરના ઘટકો:
કમ્પ્યુટર ઘણા ઘટકોનું બનેલું છે, કમ્પ્યુટરના ભૌતિક ભાગો જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ તેને કમ્પ્યુટર હાર્ડવેર કહેવાય છે.
દા.ત. કેબલ્સ, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ચિપ્સ વગેરે. કોમ્પ્યુટરના મુખ્ય ભાગોમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મેમરી યુનિટ, ઇનપુટ/આઉટપુટ ઉપકરણોનો સમાવેશ થાય છે. જે બસ માટે બસનો ઉપયોગ કરવામાં આવે છે તે સમાંતર વાયરના સમૂહનું સંચય છે.
Central Processing Unit ( CPU ) : CPU ને કમ્પ્યૂટરનું મગજ કહેવાય છે . કમ્પ્યૂટરનાં બધાં જ કાર્યોનું નિયંત્રણ એટલે કે સ્મૃતિમાંથી સૂચનાઓ લાવી તેનું પૃથક્કરણ કરી એક પછી એક સૂચનાઓ મુજબ કાર્ય કરાવી સમસ્યાનો ઉકેલ લાવવાનું કાર્ય કરે છે .
CPU સિલિકોન જેવા અર્ધવાહક પદાર્થની નાની ચિપના સ્વરૂપે હોય છે . ચિપ ઉપર CPU ની વિજાણુ સર્કિટ્સ સંવિરચિત ( ફેબિકેટેડ ) હોય છે , જે માઇક્રો પ્રોસેસ ૨ ના નામે ઓળખાય છે . તેના પર ગાણિતિક તથા તાર્કિક કાર્યો અને નિયંત્રણનાં કાર્યો માટેની સર્કિટ્સ હોય છે . જેમકે પ્રચલિત માઇક્રો પ્રોસેસર : પેન્ટિયમ પ્રોસેસર , એથલોન XP વગેરે .
સ્મૃતિ ( મેમરી - Memory ) : મેમરીમાં ડેટા અને પ્રોગ્રામનો સંગ્રહ કરવામાં આવે છે . કમ્પ્યૂટરમાં મેમરીના બે પ્રકાર છે :
( 1 ) મુખ્ય સ્મૃતિ ( પ્રાઇમરી મેમરી – primary memory )
( 2 ) ગૌણ સ્મૃતિ ( સેકેન્ડરી મેમરી – secondary memory )
જુદા જુદા પ્રકારની સ્મૃતિની સંગ્રહ ક્ષમતા અલગ અલગ હોય છે . સ્મૃતિમાં માહિતીનો સંગ્રહ કરવા માટે તેમજ પુનઃ પ્રાપ્તિ માટે વિવિધ રીતો વાપરવામાં આવે છે . સાંખ્યિક ( ડિજિટલ- Digital ) કમ્પ્યૂટરની સ્મૃતિમાં માહિતીનો સંગ્રહ દ્વિઅંકી પદ્ધતિથી કરવામાં આવે છે . જે બીટ્સ ( Bit ) વડે બને છે . જેમાં 0 અને 1 એમ બે અંકોનો ઉપયોગ કરવામાં આવે છે . 8 બીટના સમૂહને બાઇટ ( byte ) કહે છે . કમ્પ્યૂટરની સ્મૃતિની સંગ્રહક્ષમતા બાઇટમાં મપાય છે . તેનાથી મોટા એકમો જેવા કે Kilo Byte ( KB ) , Mega Byte ( MB ) , Giga Byte ( GB ) તથા Tera Byte ( TB ) જેવાં એકમો પ્રચલિત છે . જેને નીચે પ્રમાણે દર્શાવી શકાય .
KB = 1024 Byte
MB= 1024 KB
GB= 1024 MB
TB= 1024 GB
Primary Memory : કમ્પ્યૂટરની પ્રાયમરી મેમરી સેલ ( Cell ) ની બનેલી હોય છે , જેને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે , તેને સેલનું એડ્રેસ કહે છે , જે તે સેલના નિર્દેશ માટે Cell Address નો ઉપયોગ કરવામાં આવે છે . સેલમાં માહિતીનો સંગ્રહ તેમજ માહિતીની પુનઃ પ્રાપ્તિનો સમય સેલના એડ્રેસ સાથે સંબંધ નથી તેવી રચના ધરાવતી મેમરીને રેન્ડમ એક્સેસ મેમરી ( Random Access Memory - RAM ) કહે છે જેમાંથી માહિતી ફક્ત વાંચી શકાય તે પ્રકારની સ્મૃતિને રીડ ઓન્લી મેમરી ( Read Only Memory ROM ) કહે છે . RAM માં સંગ્રહ કરેલ માહિતી વીજપ્રવાહ બંધ થતા નાશ પામે છે , તેથી તેને અસ્થાથી કે નાશવંત મેમરી કહે છે , તેને વૉલેટાઇલ મેમરી પણ કહે છે , જ્યારે ROM માં સંગ્રહેલ માહિતી વીજપ્રવાહ બંધ થવા છતાં પણ નાશ નથી પામતી , તેથી તેને કાયમી કે સ્થાયી સ્મૃતિ કહે છે . તેને નોન વોલેટાઇલ મૈમરી પણ કહે છે ,
Secondary Memory : Primary Menory ઘણી મોંઘી હોય છે , જ્યારે Secondary Memory કિંમતમાં સસ્તી હોય છે . જેથી મોટા પ્રમાણમાં ખરીદી વિપુલ માહિતીનો સંગ્રહ કરી શકાય છે . ચુંબકીય તકતીઓ , પ્રકાશીય તકતીઓ , ચુંબકીય પટ્ટીઓ તથા ચુંબકીય ડ્રમ Secondary Memory નાં ઉદાહરણ છે .
Magnetic Disls ( ચુંબકીય તકતી ) : ચુંબકીય તકતીના બે પ્રકાર પ્રખ્યાત છે .
( 1 ) ફ્લૉપી ડિસ્ક : ફ્લોપી ડિસ્ક ચુંબકીય પદાર્થનું આવરણ ચઢાવેલ અને વળી શકે તેવા પ્લાસ્ટિકની બનેલી ગોળ તકતી કે ડિસ્ક છે , તેમાં માહિતીનો સંગ્રહ ચુંબકીય ટપાંઓની શ્રેણી સ્વરૂપે થાય છે . ફ્લોપી ડિસ્કમાં માહિતી લખવા તેમજ વાંચવા માટે ફ્લૉપી ડિસ્ક ડ્રાઇવ ( FDD ) નો ઉપયોગ થાય છે . બે પ્રકારના કદની ફ્લોપી ડિસ્ક પ્રચલિત છે :
( 1 ) 5.25 ઇંચ વ્યાસની
( 2 ) 3.5 ઇંચ વ્યાસની .
3.5 ઇંચ વ્યાસની કૉપીની સંગ્રહક્ષમતા 1.44 MB હોય છે
હાર્ડ ડિસ્ક : હાર્ડ ડિસ્કમાં એક કરતાં વધારે તકતીઓ હોય છે , જેમાં બંને બાજુએ માહિતી લખવામાં આવે છે . હાઈ ડિસ્ક સંપૂર્ણ રીતે બંધ એકમ તરીકે કમ્પ્યૂટરમાં હોય છે . તેથી ધૂળ સામે સુરક્ષિત છે . તેની માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે .
કોમ્પેક્ટ ડિસ્ક ( CD ) : કેમ્પેક્ટ ડિકીય રીતે માહિતીનો સંગ્રહ કરવાનો એકમ છે . ફૉપી પિચર કરતાં કૉમ્પેક્ટ ડિસ્કમાં વધુ માહિતી સંગ્રહી શકાય છે . કૉમ્પેક્ટ ડિસ્કમાં માહિતી ફક્ત વાંચી જ શકાય છે તેથી તેને કોમ્પેક્ટ ડિસ્ક રિડ્ ઑન્લી મેમરી ટૂંકમાં CD - ROM કહે છે . CD ની ઉત્પાદનકિંમત ઓછી અને સંગ્રહક્ષમતા વધુ હોવાથી પ્રચલિત છે . તેનો ઉપયોગ રમતો , ચલચિત્રો તેમજ એનિમેશનના પ્રકાશનમાં કરી શકાય છે . તેની સંગ્રહક્ષમતા 650 મેગા બાઇટની હોય છે . હવે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ( DVD પ્રકાશીય તકતીઓ ) પણ ઉપલબ્ધ છે , જેની સંગ્રહક્ષમતા ઘણી ઊંચી છે . DVD તથા CD Input / output એકમ તરીકે પણ વપરાય છે .
Test is Here