બંધારણ ટેસ્ટ-૧:ભારતના બંધારણનો પરિચય

ટેસ્ટનું નામ બંધારણ ટેસ્ટ -૧:

ટોપીક : ભારતના બંધારણનો પરિચય 

પ્રશ્નો :15

માર્ક :15

 ટેસ્ટ કોના માટે : Talati, Jr.clerk,Bin Sachivalay Clerk and અન્ય  Class-3 Jobs માટે 

લેવલ :મિક્સ 


અહીં મિત્રો ગુજરાત ક્વિઝમાં આપનું સ્વાગત છે,તમે  બંધારણ અંગેની પરીક્ષા દેવા  જઈ રહ્યા છીએ અને તમે ભારતના બંધારણનો પરિચય  વિષય ટેસ્ટ  લઈએ છીએ તેની પહેલા આપણે અર્થતંત્ર શું છે તેની  ચર્ચા કરીએ અને પછી  ટેસ્ટ  તરફ આગળ વધીએ

ભારતને સૌપ્રથમ શાસન - વ્યવસ્થા માટે બંધારણ ઘડવાની આવશ્યક્તા ઊભી થઈ . બંધારણસભાએ વિશાળ ભારતના વૈવિધ્યપૂર્ણ લોકોની અપેક્ષાઓ , આકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે વિશ્વના શ્રેષ્ઠ લોકશાહી દેશોના બંધારણનાં સારરૂપ તત્ત્વોને લઈને વિશદ , વિગતપૂર્ણ , લેખિત સ્વરૂપે બંધારણ ઘડ્યું , જેનો અમલ 26 જાન્યુઆરી , 1950 થી શરૂ થયો અને ત્યારથી ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું .


અનેક ભાષાઓ , ધર્મ , જાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા ભારત જેવા દેશનું શાસન લોકશાહી ઢબે સંચાલન ઉત્તમ રીતે થાય તે થકી ભારતમાં લોકશાહી , સાર્વભૌમ , સમાજવાદ , બિનસાંપ્રદાયિકતા અને રાષ્ટ્રીય એકતા અને બંધુતા અને સમાનતાના સિદ્ધાંતોના આધારે દેશમાં કલ્યાણરાજ સ્થાપવાનો મૂળભૂત હેતુ સ્પષ્ટ હતો . 


મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ બક્ષવા માટે વ્યક્તિ - સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે , રાષ્ટ્રની સ્થિરતા તથા રાજ્યની આપખુદશાહી સામેના રક્ષણ આપવા માટે દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો મળવા જરૂરી છે . 

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના આધારે રાજ્યે પોતાના અનુકૂળ સંજોગોને આધીન રહીને નીતિ - ઘડતરમાં અને તેના અમલ થકી તમામ લોકોને સામાજિક , રાજકીય તેમજ આર્થિક ન્યાય મળી રહે એવી સમાજરચના સ્થાપવાનો પ્રયત્ન કરવાનો રાજ્યોને આદેશ આપતી જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે .


સરકારનાં મુખ્ય ત્રણ અંગો ધારાસભા , કારોબારી અને ન્યાયતંત્ર છે . આ ત્રણેય અંગોની રચના , તેમનાં કાર્યો અને સત્તાઓની વિશદ છણાવટ બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં કરી છે . લોકશાહીને વરેલા દેશનું સંચાલન કેવી રીતે કરવું , સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓથી પંચાયતરાજ સુધી લોકશાહીની પ્રક્રિયા પહોંચે અને લોકશાહીનાં મીઠાં ફળ લોકો ભોગવે તેથી બંધારણમાં વખતોવખત જોગવાઈઓને આધીન જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા છે .


દેશમાં કાયદાઓના અમલ અને હકો / અધિકારોના રક્ષણ અને મૂળભૂત ફરજો માટે સ્વતંત્ર , નિષ્પક્ષ , એકસૂત્રી ન્યાયતંત્ર હોવું એ લોકશાહીનો આધારસ્તંભ છે , જ્યારે નિષ્પક્ષ , પારદર્શી અને ન્યાયી ચૂંટણીઓ યોજવી એ લોકશાહીની પારાશીશી છે . લોકશાહી શાસન - વ્યવસ્થામાં ભાગ લેવામાં દરેક નાગરિક સ્વતંત્ર અને સમાન છે . તે માટે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર આપવામાં આવ્યો છે . લોકોને શાસન - વ્યવસ્થા સામે પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે . લોકોની ચૂંટણીઓ , ચૂંટણીપંચ , રાજકીય પક્ષો અને લોકમત ઘડનારી સંસ્થાઓની કામગીરી પર , વિવિધ માધ્યમો પર રાજકીય રીતે જાગ્રત નાગરિકો સતત ચાંપતી નજર રાખે છે અને ચૂંટણી ટાણે મતદાન થકી પ્રામાણિક , નિષ્ઠાવાન , જાગ્રત , વફાદાર , પ્રજાલક્ષી સેવાકાર્યોની ભાવનાવાળા લોકપ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે . આમ , લોકશાહી દેશમાં લોકો લોકશાહી ઢબે આધુનિક ભારતના નિર્માણમાં યથોચિત યોગદાન આપે છે .


બંધારણ ( સંવિધાન ) નો અર્થ

 ‘ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે'


મહત્વ 

બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે . બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે . દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ . બંધારણ કાયદાઓથી સર્વોપરી છે . બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો , અપેક્ષાઓ , આકાંક્ષાઓ , ઇચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનું પડઘો હોય છે , તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે . 

બંધારણની ઘડતર પ્રક્રિયા આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25 મી માર્ચ , 1946 ના રોજ ત્રણ સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું . તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી . 

બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા જેમાં જુદી - જુદી કોમ , ધર્મ , જાતિ , લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ , રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો . તદ્દનુસાર મહત્ત્વના સભ્યોમાં જવાહરલાલ નેહરુ , સરદાર વલ્લભભાઈ પટેલ , મૌલાના અબુલ કલામ આઝાદ , શ્યામાપ્રસાદ મુખરજી એચ . પી . મોદી , એચ . વી . કામથ , ફ્રેન્ક એન્થની , કનૈયાલાલ મુનશી , કૃષ્ણ સ્વામી આયંગર , બલદેવસિંધ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ , વિજ્યાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉ . રાજેન્દ્ર પ્રસાદ હતા , જ્યારે બંધારણની મુસદા ( ખરડા ) સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ . ભીમરાવ આંબેડકર હતા .


આ બંધારણ સભાએ તેમની કામગીરી નવમી ડિસેમ્બર 1946 થી શરૂ કરી હતી . બંધારણ સભાએ બે વર્ષ , અગિયાર માત્ર અને અઢાર દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી . આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોન બંધારણનાં મહત્ત્વનાં લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગત - પૂર્ણ ચર્ચા - વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું . બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ ( આર્ટિકલ્સ ) અને 8 પરિશિષ્ટ હતાં , ત્યાર બાદ સુધારા સાથે 395 અનુચ્છેદો ( આર્ટિકલ્સ ) અને 9 પરિશિષ્ટ થયાં અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું . 26 મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પૃસાર થયું , અને કાયદાનું સ્વરૂપ અપાયું . 26 મી જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત ‘ પ્રજાસત્તાક રાષ્ટ્ર ” ઘોષિત થયું તેથી , આપણે 26 મી જાન્યુઆરીને ‘ પ્રજાસત્તાક દિન ” તરીકે શાનદાર રીતે ઊજવીએ છીએ . ભારતના બંધારણમાં રાષ્ટ્રચિ તરીકે ‘ ચાર સિંહોની મુખાકૃતિ’ને અને રાષ્ટ્ર સૂત્ર તરીકે ‘ સત્યમેવ જયતે ’ ઘોષિત કરવામાં આવ્યાં છે . આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો , ફરજો , રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો , સરકારનાં અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ , ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો છે . આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું , વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે

આમુખ શું છે ? 

આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્ત્વ છે . બંધારણની શરૂઆત આમુખથી થાય દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે .

1976 ના 42 મા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી ‘ ‘ સમાજવાદી ” “ બિનસાંપ્રદાયિક ” શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ ‘ રાષ્ટ્રીય એકતા ’ અને ‘ રાષ્ટ્રની અખંડિતતા'નો પણ સમાવેશ કરવામાં આવ્યો . આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ , ધ્યેયો , આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે . 

આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં ‘ કલ્યાણરાજ ’ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઇચ્છે છે એવું સ્પષ્ટ કરે છે . આમ , આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે .

આમુખનું મહત્ત્વ 

આમુખને બંધારણનો આત્મા કહ્યો છે તે રીતે તેનું મહત્વ સવિશેષ છે . કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે . કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે . કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપષ્ટને આમુખમાંથી સ્પષ્ટ થાય છે . આમ , આમુખ બંધારણનો અર્ક છે .

કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય , કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં , તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે . આમ , આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે . આમુખ રાષ્ટ્રની એકતા , અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડ્યો છે . આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે .

Post a Comment

Previous Post Next Post