ટેસ્ટનું નામ : અર્થશાસ્ત્ર ટેસ્ટ -૧:
ટોપીક : અર્થતંત્રનો પરિચય
પ્રશ્નો :15
માર્ક :15
ટેસ્ટ કોના માટે : Talati, Jr.clerk,Bin Sachivalay Clerk and અન્ય Class-3 Jobs માટે
લેવલ :મિક્સ
અહીં મિત્રો ગુજરાત ક્વિઝમાં આપનું સ્વાગત છે,તમે અર્થશાસ્ત્ર અંગેની પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ અને તમે અર્થશાસ્ત્ર નો પરિચય વિષય ટેસ્ટ લઈએ છીએ તેની પહેલા આપણે અર્થતંત્ર શું છે તેની ચર્ચા કરીએ અને પછી ટેસ્ટ તરફ આગળ વધીએ
1. આર્થિક પ્રવૃત્તિ ( Economic Activity ) :
જરૂરિયાત સંતોષવાના હેતુથી અર્થ - ઉપાર્જન માટે માનવો દ્વારા થતો રેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે . વેપારી વસ્તુઓ વેચીને માણો કરે , ખેડૂત ખેતીકામ કરી આવક મેળવે , ડૉક્ટર પોતાની સેવાઓ આપી બદલામાં નાણાં મેળવે એ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે .
2. બિનઆર્થિક પ્રવૃત્તિ ( Non - economic Activity ) :
જે પ્રવૃત્તિ અર્થ - ઉપાર્જન માટે થતી ન હોય તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે . શિક્ષક પોતાના બાળકને ભણાવે , ડૉ` પોતાની પત્નીની સારવાર કરે , માતા પોતાના બાળકને ઉછેરે એ બધી બિનઆર્થિક પ્રવૃત્તિઓ છે .
3. આર્થિક સમસ્યા ( Economic Problem ) :
આર્થિક સમસ્યા એટલે સાધનોની અછતમાંથી ઉદ્ભવતી સમસ્યા . વિવિધ ઉપયોગો ધરાવતાં મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાની મથામણ આર્થિક સમસ્યાઓને જન્મ આપે છે .
4. અર્થશાસ અંગેના ખ્યાલો ( Concepts relating to Economics ) :
( 1 ) પૂર્વની વિચારધારા ( Eastern Thought ) :
ભારતીય ગ્રંથોમાં પ્રદર્શિત થયેલા આર્થિક વિચારોમાં કૌટિલ્યનો અર્થશાસ્ત્ર વિશેનો ખ્યાલ મોખરે છે . તેના મત મુજબ , “ મનુષ્યની વૃત્તિ અર્થ છે . મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે . તેથી પૃથ્વીના લાલનપાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે . ’ ’
( 2 ) પાશ્ચાત્ય વિચારધારા ( Western Thought ) :
( 1 ) ઍડમ સ્મિથ : “ અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર .
( ii ) પ્રો . આલ્ફેડ માર્શલ : ‘‘ અર્થશાસ્ર રોજિંદા જીવનનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાવે છે . ”
( III ) પ્રો . રોબિન્સ : “ અર્થશાસ્ત્ર સાધનોની અછતના સંદર્ભમાં માનવવર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે . ”
5. આર્થિક સમસ્યા માટેનાં જવાબદાર પરિબળો ( Factors responsible for Economic Problem ) :
( 1 ) અમર્યાદિત જરૂરિયાતો
( 2 ) જુદું જુદું મહત્ત્વ ધરાવતી જરૂરિયાતો
( 3 ) મર્યાદિત સાધનો
( 4 ) સાધનોના વૈકલ્પિક ઉપયોગો .
6. અર્થશાસ્ત્રનું સ્વરૂપ ( Nature of Economics ) :
( 1 ) એક કલા ( An Art ) :
અર્થશાસ્ત્ર ભૌતિક સુખાકારી અથવા આર્થિક વૃદ્ધિ વિકાસમાં મદદરૂપ થાય તેવા નિયમો , સિદ્ધાંતો અને માર્ગદર્શન પૂરાં પાડે છે .
( 2 ) એક વિજ્ઞાન ( A Science ) :
અર્થશાસ્ત્ર આર્થિક સમસ્યાનું સૈદ્ધાંતિક વિશ્લેષણ કરી ઘટનાના કાર્ય - કારણ સંબંધ દર્શાવવાનો પ્રયાસ સાધનોની અછતના સંદર્ભમાં કરતું હોવાથી તે એક વિજ્ઞાન ગણાય છે .
7. આર્થિક વિશ્લેષણ ( Economic Analysis ) :
( 1 ) એકમલક્ષી અર્થશાસ્ત્ર ( Micro Economics ) :
તે કોઈ એક એકમના સમૂહના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે . જેમ કે , કોઈ એક પેઢી કે ઉદ્યોગનો અભ્યાસ.
( 2 ) સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ( Macro Economics) :
તે તમામ એકમોના સમૂહના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે . જેમ કે , બધા જ ઉદ્યોગોનો સમગ્રપણે અભ્યાસ , સમગ્ર દેશની વસ્તીનો અભ્યાસ , દેશની આવક કે રોજગારીનો અભ્યાસ
8 . ગ્રાહક ( ઉપભોક્તા ) ના વર્તનનો સિદ્ધાંત ( Principle of consume behaviour ) :
ગ્રાહકની આવક અને ખરીદવાની વસ્તુની કિંમતો આપેલી હોય ગ્રાહક વસ્તુના જથ્થાની માંગ કેવી રીતે નક્કી કરે છે તેની સમજ આ સિદ્ધાંત છે . આ ઉપરાંત વસ્તુની કિંમત , ગ્રાહકની આવક કે અન્ય વસ્તુઓની કિંમતમાં થવાથી માંગના જથ્થામાં શા માટે ફેરફાર થાય છે તે પણ આ સિદ્ધાંત સમજાવે
9. તુષ્ટિગુણ ( Utility ) :
અર્થશાસ્ત્રની પરિભાષામાં વસ્તુ અને સેવામાં રહેલો ગ્રા જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિગુણ . ગ્રાહકની જરૂરિયાત સંતોષતી = વસ્તુમાં તુષ્ટિગુણ રહેલો હોય છે . તુષ્ટિગુણનો ખ્યાલ સાપેક્ષ છે . તુષ્ટિગુણ ઉપય લેવાતી વસ્તુ અને તેના જથ્થા પર આધાર રાખે છે .
10. સીમાંત તુષ્ટિગુણ ( Marginal Utility ) :
કોઈ પણ વસ્તુના વધારાના એકમમાંથી મળતા વધારાના સંતોષને સીમાંત તુષ્ટિગુણ કહેવામાં આવે છે.
11. કુલ તુષ્ટિગુણ ( Total Utility ) :
વસ્તુના કુલ જથ્થામાંથી મળતા તુષ્ટિગુ તુષ્ટિગુણ કહે છે . સામાન્ય પરિસ્થિતિમાં વસ્તુના જથ્થામાં વધારો થતાં શરૂવાતમાં કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે , પરંતુ આ વધારો ઘટતા દરે થાય છે , કારણ કે વપરાશમાં લેવામાં આવતો વસ્તુનો જથ્થો વધતાં સીમાંત તુષ્ટિગુણ ઘટે છે .
12. ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ ( Law of diminishing Marginal Utility ) :
કોઈ પણ એક વસ્તુના વપરાશમાં જેમ જેમ વધારો થતો જાય તેમ તેમ જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષાય ત્યાં સુધી વસ્તુના વપરાશમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે . આ ઘટતા જતા સંતોષને અર્થશાસ્ત્રમાં ‘ ઘટતા સીમાંત તુષ્ટિગુણ ' તરીકે ઓળખવામાં આવે છે . આમ , ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ એટલે , ‘ ‘ કોઈ એક વસ્તુના વધારેને વધારે એકમોનો ઉપયોગ કરવામાં આવે તો કુલ તુષ્ટિગુણ વધે છે પરંતુ તે ઘટતા દરે વધે છે . ’ ’
13. તટસ્થરેખા ( Indifference Curve ) :
તટસ્થરેખા એટલે સમાન સંતોષ આપતાં સંયોજનો દર્શાવતી રેખા . ગ્રાહકને સમાન સંતોષ આપતાં સંયોજનો દર્શાવતી આ રેખાને ‘ સમતૃપ્તિ રેખા ’ પણ કહે છે . વળી આવા સમાન સંતોષ આપતાં સંયોજનોની પસંદગીમાં ગ્રાહક તટસ્થ રહેતો હોવાથી તેને ‘ તટસ્થરેખા ’ કહે છે . તટસ્થરેખામાં સંખ્યાવાચક ( Cardinal ) તુષ્ટિગુણના ખ્યાલને બદલે ક્રમવાચક ( Ordinal ) તુષ્ટિગુણનો ખ્યાલ પ્રો . હિસે રજૂ કર્યાં છે તે વધારે વાસ્તવિક છે
ક્રમવાચક તુષ્ટિગુણ ( ordinal Utility ) :
ક્રમવાચક તુષ્ટિગુણના સિદ્ધાંત અનુસાર હકને કોઈ પણ વસ્તુ કે વસ્તુના સંયોજનમાંથી મળતા તુષ્ટિગુણને સંખ્યામ શી શકાતો નથી , પરંતુ વસ્તુ કે વસ્તુઓના કોઈ એક સંયોજનમાંથી મળતા સંતોષ અન્ય વસ્તુઓ કે તેમનાં સંયોજનમાંથી મળતા સંતોષની બરાબર , તેથી રે કે ઓછો થાય છે તે નક્કી કરી શકાય છે .
14. તટસ્થરેખાનો નકથો ( Indifference Map ) :
તટસ્થરેખાનો નકશો એટલે એકબીજાને સમાંતર દોરેલી તટસ્થરેખાઓનો સમૂહ . તટસ્થરેખાના નકશામાં તટસ્થરેખા જેમ ઊંચા સ્થાને તેમ તેના પર દર્શાવેલાં સંયોજનોથી મળતો સંતોષ નીચેની રેખાના કોઈ પણ બિંદુ દ્વારા દર્શાવાતા સંતોષ કરતાં વધારે અને તટસ્થરેખા જેમ નીચે સ્થાને તેમ તેના પર દર્શાવેલાં સંયોજનોમાંથી મળતો સંતોષ ઉપલી રેખાના કોઈ પણ બિંદુ દ્વારા દર્શાવાતા સંતોષ કરતાં ઓછો .
15. બજેટરેખા ( Budget Line ) : બજેટરેખા એટલે આપેલી આવક વડે ગ્રાહક ખરીદી શકે તેવાં સંયોજનો દર્શાવતી રેખા . બજેટરેખા એટલે આવક કે ખરીદશક્તિની મર્યાદા દર્શાવતી રેખા . બજેટરેખાનો ઢાળ બે વસ્તુઓની કિંમતોનો ગુણોત્તર છે . આ રેખા તકરેખા કંતરેખા વગેરે નામે પણ ઓળખાય છે .
16. સીમાંત અવેજીનો દર ( Marginal Rate of Substitution ) : સીમાંત અવેજીનો દર એટલે ગ્રાહક જે દરે વસ્તુ x અને વસ્તુ Y ની વચ્ચે અવેજી કરવા તૈયાર થાય તે દર . દા . ત . , ગ્રાહક વસ્તુ X ના એક એકમ માટે વસ્તુ Y ના ત્રણ એકમ જતા કરવા તૈયાર થાય તો વસ્તુ x માટે વસ્તુ Y નો સીમાંત અવેજી દર ત્રણ થાય છે . જેને 1 : 3 અવેજીના દર તરીકે દર્શાવવામાં આવે છે . સીમાંત અવેજીના દરને તટસ્થરેખાના ઢાળ વડે દર્શાવાય છે . તટસ્થરેખાનો ઢાળ આપેલી બે વસ્તુઓના સીમાંત તૃષ્ટિગુણ બરાબર થાય છે .
17. ગ્રાહકની સમતુલા ( Consumer's Equilibrium ) :
ગ્રાહકની સમતુલા એટલે ગ્રાહકને મળતો સંતોષ મહત્તમ હોય તેવી સ્થિતિ . શરતો :
( 1 ) ગ્રાહકની સમતુલા દર્શાવતા બિંદુએ તટસ્યરેખા અને બહેટરેખાના ઢાળ સરખા થવા જેઈએ .
(2 ) સ્પર્શબિંદુએ તટસ્યરેખા ઉગમબિંદુ ( O ) ને બહિર્ગોળ હોવી જોઈએ . ઉગબિંદુ એટલે જે બિંદુમાંથી આડી અને ઊભી રેખાઓ કાટખૂણે દોરવામાં આવે છે તે બિંદુ .
Here is Test: